← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ઝરમરે

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ચાતકે ચાંચ ખોલી, ગગન ઝરમરે,
ધૂળની ગંધ પીતો પવન ઝરમરે.

એક છત્રી હતી, બેઉ ભીના થયા,
સ્પર્શથી બેઉ થઈ ગ્યાં મગન ઝરમરે.

ઓટલે ગામ ભેગું, ગપાટા ચગે,
ઘર મહીં ઊજવાતું જશન ઝરમરે.

દૂર પરદેશમાં, ફોનમાં સાંભળી:
ગામ આખું પલળતું, વતન ઝરમરે.

ભીંજતા કાગળે આ ‘પરાગે’ લખી,
એક ટીપું હતું, ને કવન ઝરમરે.

– પરાગ રતનપરા

#ગઝલ #વરસાદ #ઝરમર #વતનનીયાદ #ચાતક #પરાગરતનપરા
#GujaratiGhazal #Drizzle #MonsoonLove #Homesick #RainPoetry #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખકાચની ક્ષણઆગલો લેખ →તારા પછી