← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ઝરમર

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

તને યાદ કરતાં પલાળે ઝરમર,
ઝરૂખે રહી તું નિહાળે ઝરમર.

ગલીમાં તરે કાગળી નાવડી,
બધાં બાળકોને ઉછાળે ઝરમર.

હતાં ધૂળથી પાન મેલાં બધાં,
મમતથી બધાંને પખાળે ઝરમર.

હતું મ્લાન મુખ આ ધરાનું, હવે
ફરી હાસ્ય દઈને ઉજાળે ઝરમર.

પરાગે લખી’તી ગઝલ જે મધુર,
તપેલા હૃદયને, ઉનાળે ઝરમર.

– પરાગ રતનપરા

#ગઝલ #ઝરમર #વરસાદ #યાદ #ચોમાસું #પરાગરતનપરા
#GujaratiGhazal #Drizzle #MonsoonLove #Memories #RainyDays #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખઆરતીઆગલો લેખ →ગમતું નથી