← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ઝાકળનું ટીપું

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ઘાસની અણીએ ઝૂલતું’તું એક ઝાકળનું ટીપું,
સૂરજ આવ્યો, તો બોલ્યું: ‘લે, હું પણ તારી જેમ દીપું.’

રાતભર એણે ચાંદ ઝીલ્યો, ઝીલ્યા તારા સાત,
પંખીને પહેલું ગીત દીધું, ફૂલને દીધી વાત;
નાનું એવું આયુ, પણ હૈયું આખું રૂપું…
ઘાસની અણીએ…

કોઈ ન જાણે ક્યાં ગયું, ના રાખ, ના નિશાની,
સૂરજે એને ખોળે લીધું, થઈ ગયું એ વાદળી રાણી;
કાલ ફરી વરસશે, ફરી ઘાસે બેસશે છૂપું…
ઘાસની અણીએ…

પરાગ કહે: આ જીવતર પણ ઝાકળ જેવું ઝીણું,
ચમકી લે, ને ચાલ્યો જા, ના કરજે ઓછું-ઝીણું;
મરવું નહીં, આ તો રૂપ બદલવું, એ સત્ય અનૂપું…
ઘાસની અણીએ…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખઘેરૈયાઆગલો લેખ →ઝરમર ઝરે