← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ઝાડની રાવ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

કોને જઈને કહું રે વીતક, કોને કરું હું રાવ?
પહેલાં કુહાડે કાપ્યો મુજને, હવે છાંયાના ભાવ!

બાપ-દાદાએ વાવ્યો’તો હું ફળિયાની એક કોર,
ડાળે બાંધ્યા હીંચકા ને માળે બોલ્યા મોર;
રોડ પહોળો કરવા આવ્યા, લઈ કરવતની નાવ…
કોને જઈને કહું રે વીતક…

થડ ઉપર લખ્યાં’તાં તમે બે નામ ને એક દિલ,
મારી છાયે સૂતા’તા કૈં ભરબપોરના ભીલ;
હવે એસીના ઓરડે બેસી ગણો હવાનો ભાવ…
કોને જઈને કહું રે વીતક…

પરાગ કહે: આ ઝાડ તો બોલે મૂળ સુધીની વાત,
એક બીજ જો રોપો તો હું પાછો દઉં સોગાત;
કાપ્યાનું દુઃખ નથી, પણ પાછો ઉગાડવા આવ…
કોને જઈને કહું રે વીતક…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખથવાનેઆગલો લેખ →પાછો વળું