← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ઝાડ ક્યાં ઊભું છે?

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ના રે, ના, ઝાડ ક્યાં ઊભું છે?
ઝાડ તો ધરતીનો ઊંચો હાથ, જે આભને ધીમે પૂછે છે!

મૂળથી માટીનું મન વાંચે, ડાળથી વાદળ ઝાલે,
પાંદડે પાંદડે પવન ગણે, ને પંખી સંગે ચાલે;
થાક્યા વટેમાર્ગુને છાંયે આંસુ હળવે લૂછે છે…
ના રે, ના…

કુહાડી આવે તો ય ન ભાગે, ન કરે કોઈ ફરિયાદ,
કપાતાં કપાતાં પણ દેતું સાંજે ઠંડો સાદ;
ઠૂંઠે પણ કૂંપળ ફૂટે, એ જીવતર એવું ઊંચું છે…
ના રે, ના…

પરાગ કહે: ઝાડ નથી, આ તો ઊભો એક ઋષિ,
વરસોથી તપ કરે છે, લઈને ધરતીની ખુશી;
ફળ આપે ને પથ્થર ખાતું, એવું મન ક્યાં બીજું છે?
ના રે, ના…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખસાતમું વચનઆગલો લેખ →હરિ જાણે