← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

જેવું લાગતું

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

તું પધારી, ને બધે મધુમાસ જેવું લાગતું,
રાત પણ લાગે નવી, અજવાસ જેવું લાગતું.

આ ગલી, આ લીમડો, આ ચોક સૌ ગાતાં થયાં,
સાવ સૂના આંગણામાં રાસ જેવું લાગતું.

ભીંતની ઘડિયાળ પણ ટકટક કરે છે નાચતી,
ને હૃદયમાં એક મીઠી આસ જેવું લાગતું.

આંખ મીંચું તો ય તારું રૂપ દેખાયા કરે,
ઊંઘમાં પણ જાગતાના ભાસ જેવું લાગતું.

આ પરાગે પણ તને સૂંઘી, થયો એ બાવરો,
ફૂલને પણ મ્હેકના અભ્યાસ જેવું લાગતું.

– પરાગ રતનપરા

#ગઝલ #પ્રેમ #આગમન #વસંત #પ્રિયતમા #પરાગરતનપરા
#GujaratiGhazal #LoveArrives #Springtime #Beloved #NewLight #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખભાડાનું ઘર ખાલી કરતાંઆગલો લેખ →શ્યામ, તમે શ્રાવણ