જીવું છું
બા,
અહીં સુરતમાં
બધું બરાબર છે.
સવારે છ વાગ્યે
કારખાને જાઉં છું,
રાતે દસ વાગ્યે
ઓરડીએ આવું છું —
દસ જણ સાથે રહીએ છીએ,
એટલે એકલું નથી લાગતું.
જમવાનું
હૉટેલમાં સારું મળે છે,
તારા રોટલા જેવું નહીં,
પણ સારું મળે છે.
પગાર આવશે
એટલે
બાપુની દવા
ને બેનનાં કપડાં માટે
મોકલી દઈશ.
ને હા, બા,
અહીં પણ
રાતે ચાંદો
આપણા ગામ જેવો જ
ઊગે છે.
એટલે
જીવું છું.
– પરાગ રતનપરા