← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

જીવી ગયાં

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

આયખું આખું અમે તો યાદ પર જીવી ગયાં,
ને અધૂરા એક મીઠા સાદ પર જીવી ગયાં.

ના કદી ધન, ના કદી પદ, ના કદી સન્માન પણ,
શાયરો તો બે ઘડીની દાદ પર જીવી ગયાં.

ભૂખ ઘરમાં રોજ બેસે, ને રસોડે રાખ બસ,
બાળકો તો કલ્પનાના સ્વાદ પર જીવી ગયાં.

દર્શનો તો ના થયાં, બસ ભીડ ધક્કા મારતી,
ભક્ત તોયે આરતીના નાદ પર જીવી ગયાં.

આ ‘પરાગે’ એક ઝંખ્યું: ફૂલ થઈ ખીલું ફરી,
ને અમે પણ એ જ એક મુરાદ પર જીવી ગયાં.

– પરાગ રતનપરા

#ગઝલ #આશા #યાદ #સંઘર્ષ #જીજીવિષા #પરાગરતનપરા
#GujaratiGhazal #LivingOnHope #Memories #Struggle #WillToLive #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખએક શબ્દની કવિતાઆગલો લેખ →ખુમારી