જતાં પહેલાં
જતાં પહેલાં
એ બધાંને
નામ દઈને બોલાવતી.
રસોઇયણને કહ્યું:
‘દાળમાં ગોળ ઓછો નાખજે,
મોટાને ભાવતો નથી.’
માળીને કહ્યું:
‘ગુલાબ પાસે
કીડીઓ થઈ છે, જોજે.’
દીકરાને કહ્યું:
‘ચશ્માંનો નંબર વધી ગયો છે,
ચેક કરાવી લે.’
ને મને —
કશું જ ન કહ્યું.
બસ, હાથ પકડી રાખ્યો.
ત્યારે સમજાયું,
બધાંને સૂચના આપી,
ને મને
સોંપી ગઈ
પોતાને.
– પરાગ રતનપરા