જમાના પ્રમાણે
બદલતો રહું હું હવાના પ્રમાણે,
નમું છું સદાયે સભાના પ્રમાણે.
સવારે જ ભગવો, બપોરે ય લીલો,
બનું રાતમાં હું નશાના પ્રમાણે.
ગળે હાર કાલે ચડાવ્યો હતો જે,
હવે આજ ફરતો ધજાના પ્રમાણે.
ન સિદ્ધાંત મારો, ન મારો ય ઝંડો,
બધું ગોઠવું છું મજાના પ્રમાણે.
પરાગે ય પૂછ્યું, ‘તમે કોણ સાચા?’
હસીને કહે: ‘સૌ જમાના પ્રમાણે!’
– પરાગ રતનપરા
#ગઝલ #વ્યંગ #રાજકારણ #પક્ષપલટો #તકવાદ #પરાગરતનપરા
#GujaratiGhazal #PoliticalSatire #Turncoat #Opportunism #Chameleon #ParagRatanpara