જડ્યાં
અહીં ખોદતાં ખોદતાં હાડ જડ્યાં,
શિલા થઈ ગયાં જે, બધાં ઝાડ જડ્યાં.
હતાં ત્યાં રમકડાં, હતાં ઝાંઝરી પણ,
હતી મા, હતાં બાળ, ને લાડ જડ્યાં.
થયાં યુદ્ધ જેના થકી સો સદીઓ,
ઉલેચ્યું, કશું ના, ઘણી વાડ જડ્યાં.
ગયાં રાજ, ગઈ પાઘ, ગઈ સૌ સવારી,
પ્રજાની હતી જે, દબી રાડ જડ્યાં.
પરાગે ઉખેળી જરા જાત, તો ત્યાં
બળેલા સમયનાં ઘણાં ભાડ જડ્યાં.
– પરાગ રતનપરા
#ગઝલ #ઉત્ખનન #ઇતિહાસ #સમય #ભીતર #પરાગરતનપરા
#GujaratiGhazal #Excavation #History #LayersOfTime #InnerSelf #ParagRatanpara