← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ઇચ્છાના પતંગ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ઇચ્છાના પતંગ ઊડે રે આભમાં, મનવા, ફિરકી તારા હાથ,
દોર ઢીલો મૂકે તો ઊડે, ખેંચે તો છૂટે સાથ.

લાલ પતંગ છે મોટા ઘરનો, પીળો છે ગાડીનો,
લીલો ઊડે નામ ને કામનો, વાદળી વાડીનો;
એક ચગે ત્યાં બીજો કપાય, એવી અજબ આ વાત…
ઇચ્છાના પતંગ…

કેટલાય કનકવા ગૂંચવાયા, દોરે આંગળી છોલી,
કાપ્યા કોઈના, કપાયા મારા, ધાબે થઈ ગઈ હોળી;
સાંજ પડી ત્યાં ખાલી ફિરકી, ને ખાલી ખાલી રાત…
ઇચ્છાના પતંગ…

પરાગ કહે: એક પતંગ એવો, જેનો દોર ન કોઈ,
પવન ભરોસે ઊડતો ઊડતો, પહોંચે ઈશ્વર જોઈ;
મનને છોડી દે એ રીતે, થઈ જા તું આકાશ…
ઇચ્છાના પતંગ…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખતાપણુંઆગલો લેખ →ચાહતો રહીશ