← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

હું માણસ છું?

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ટોળે ટોળે ભળતો જાઉં, ને ટોળે ખોવાઉં, હું માણસ છું?
અરીસે ઊભો રહીને મારો ચહેરો શોધવા જાઉં, હું માણસ છું?

સવારે મંદિર, બપોરે દફતર, સાંજે ટીવીની ચર્ચા,
મોંઘી મોંઘી ગાડી લીધી, ને માના ગણું છું ખર્ચા;
રસ્તે ઘાયલ પડ્યો કોઈ, તો વીડિયો લેતો જાઉં, હું માણસ છું?

લાગણીઓનું ઇમોજી મોકલું, આંસુ પણ ફૉરવર્ડ,
હસવાનું પણ ‘એલ.ઓ.એલ.’, રડવાનું પણ ‘સૉરી, લૉર્ડ’;
પાડોશી મરી જાય તોયે સ્ટેટસથી સમજાઉં, હું માણસ છું?

પરાગ કહે: ક્યાંક ભીતર હજી એક બાળક ધબકે,
કાગળની હોડી જોઈને, આંખ હજી પણ ચમકે;
એ બાળકને જીવતો રાખું, તો જ હું કહેવાઉં — હું માણસ છું!

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખત્યારથીઆગલો લેખ →પણ આપજે