← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

હું ચાલતો

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

માર્ગ સીધો ક્યાં હતો? બસ ઠોકરે હું ચાલતો,
ઘર ભલે છોડ્યું, હજી પણ ઉંબરે હું ચાલતો.

પગ ઉઘાડા, ધોમ તડકો, ને દિશાઓ સૌ છળે,
રક્તનાં પગલાં લખીને કાંકરે હું ચાલતો.

ના નદી, ના વાવ, ના કૂવો, ન ક્યાંયે છાંયડો,
પ્યાસ પંપાળી, હવે તો ઝાંઝવે હું ચાલતો.

કોઈ પામ્યું ફૂલ-કેડી, કોઈ પામ્યું બાગને,
કેરડા, બાવળ, બધે, એ ઝાંખરે હું ચાલતો.

બાગ ના પામ્યો, છતાં થઈ મ્હેક ઊડ્યો આ પરાગ,
વાયરો થઈ ગામને આ પાદરે હું ચાલતો.

– પરાગ રતનપરા

#ગઝલ #સંઘર્ષ #રસ્તો #તરસ #જીવનસફર #પરાગરતનપરા
#GujaratiGhazal #Struggle #HardRoad #Thirst #LifesJourney #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખઆયનોઆગલો લેખ →તને વાંધો?