← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

હું અહીં બેઠો

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

હું અહીં બેઠો શબ્દ ગૂંથું, ત્યાં બળતું સંસાર રે,
કાગળ ઉપર દીવો મૂકું, બહાર ઘોર અંધાર રે.

કોઈ ઝૂંપડે ચૂલો ઠંડો, કોઈ મહેલે મિજબાની,
હું તો ગણતો રહું અક્ષર, શી મારી નાદાની!
કલમ કહે: ‘તું રોક ના મુજને, હું જ તારો આધાર રે…’
હું અહીં બેઠો…

સરહદ ઉપર દીકરો જાગે, ગામમાં ઊંઘે માડી,
ખેડુ પરસેવાથી લખે છે ધરતી પર એક ગાડી;
હું લખું છું એની કવિતા, એનું શું ઉપકાર રે?
હું અહીં બેઠો…

પરાગ કહે: આ શબ્દો મારા ભલે ન ભરતા પેટ,
કોઈ હૈયે ટાઢક થઈને પહોંચે એ જ છે ભેટ;
અંધારે એક આગિયો પણ છે આખો તહેવાર રે…
હું અહીં બેઠો…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખતેં હસીનેઆગલો લેખ →સ્વપ્નની વીણા