હોય પણ
આ જગત જેને કહો છો, એક માયા હોય પણ,
‘હું’ તમે જેને કહો, એ કોઈ છાયા હોય પણ.
જેમને માટે ઘસાયા જિંદગી આખી અમે,
આપણા ગણતા હતા, એ સૌ પરાયા હોય પણ.
આયનો પૂજ્યો હતો, જે રૂપ પર મોહ્યો સદા,
કાલ ઢળશે એ ય, માટીની જ કાયા હોય પણ.
રાહ જોતા’તા ટપાલોની, વરસ વીતી ગયાં,
એ કદી કાગળ ઉપર પણ ના લખાયા હોય પણ.
આ પરાગે શબ્દ મૂક્યા, એ ગણો અટકળ ભલે,
કોઈ દિલમાં કોક દી એ સૌ સમાયા હોય પણ.
– પરાગ રતનપરા
#ગઝલ #અટકળ #માયા #સંબંધ #ક્ષણભંગુરતા #પરાગરતનપરા
#GujaratiGhazal #Perhaps #Illusion #Relationships #Impermanence #ParagRatanpara