હિસાબો નથી
અહીં પ્રેમમાં તો હિસાબો નથી,
નજરના સવાલે જવાબો નથી.
ઉઘાડી હથેળી ધરી દે હવે,
દિલે કોઈ પડદા, નકાબો નથી.
અહીં કાંટ પણ સાથમાં આવશે,
કશે એકલાં બસ ગુલાબો નથી.
નયનમાં વસી પ્રીત માની સદા,
ભણાવી શકે જે, કિતાબો નથી.
પરાગે સદા પ્રેમ પીધો ભલે,
નશો છે, છતાં ત્યાં શરાબો નથી.
– પરાગ રતનપરા
#ગઝલ #પ્રેમ #સાદગી #માનોપ્રેમ #નશો #પરાગરતનપરા
#GujaratiGhazal #LoveWithoutAccounts #Simplicity #MothersLove #Intoxication #ParagRatanpara