← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

હિંમત

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ભીંત જેવી રાત આવે, તો બનું હું બારણું,
શીત થથરાવે બધાંને, તો બનું હું તાપણું;
લોક પૂછે, ‘આટલી હિંમત તને ક્યાંથી મળી?’
એ જ માની આંખનું છે એક ભીનું આંગણું.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખભઠ્ઠાવાળી બાઈઆગલો લેખ →કોણ છે તું?