હવામાં
રચે છે સદા એ મહેલો હવામાં,
નદી પર જુઓ, પુલ ચણેલો હવામાં.
ગરીબી હટાવી, ગજાવી સભાઓ,
અને વાયદો છે લખેલો હવામાં.
મળે ના દવા, ના નિશાળે ભણાવે,
છતાં ‘વિશ્વગુરુ’ છે ઘડેલો હવામાં.
અહીં રોડ ખાડા, તળાવો બધે છે,
છતાં આ બગીચો રચેલો હવામાં.
પરાગે નિહાળી ધરા તો તરસતી,
અને મેઘ એનો ભરેલો હવામાં.
– પરાગ રતનપરા
#ગઝલ #વ્યંગ #રાજકારણ #વાયદા #વિકાસ #પરાગરતનપરા
#GujaratiGhazal #PoliticalSatire #EmptyPromises #CastlesInTheAir #Governance #ParagRatanpara