← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

હઠ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

પ્રેમ
બાળકની જેમ હઠ પકડે છે —
જમીન પર આળોટે,
રડે, રિસાય,
ને જે રમકડું
દુકાનના કાચ પાછળ છે
એ જ જોઈએ.

સમજાવો:
‘એ આપણું નથી.’
‘બીજું લઈ આપું.’
‘કાલે આવીશું.’

ને એ ત્યાં જ
ઊંઘી જાય છે,
કાચ પર ગાલ ટેકવીને.

સવારે
દુકાનદાર કાચ લૂછે છે,
પણ એક ગાલનું નિશાન
રોજ પાછું ઊપસી આવે છે.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખમને રોકેઆગલો લેખ →ભૂલમાં