હસું છું
ભરી આંખ, તોયે સભામાં હસું છું,
હૃદય ચીરતી આ વ્યથામાં હસું છું.
બની સર્કસે રોજનો હું ય જોકર,
હસાવું બધાંને, કથામાં હસું છું.
નસોમાં ભરી સોય, ને બાટલા પણ,
‘સરસ છે’ – કહીને દવામાં હસું છું.
ગયો મિત્ર, એની મજાકો સ્મરીને
રડું, ને પછી હું ચિતામાં હસું છું.
પરાગે ખરી ધૂળમાં ધૂળ થઈને,
ઉડી મ્હેક થઈ હું હવામાં હસું છું.
– પરાગ રતનપરા
#ગઝલ #સ્મિત #પીડા #જોકર #મિત્ર #પરાગરતનપરા
#GujaratiGhazal #SmileThroughPain #TearsOfAClown #HiddenSorrow #Resilience #ParagRatanpara