← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

હરિ અમેરિકા

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

હરિ, તમે ય ‘વિઝા’ લઈને પહોંચ્યા અમેરિકા?
અહીં ગામનું મંદિર સૂનું, દીવા પડ્યા ફિક્કા.

ત્યાં ડૉલરમાં થાય આરતી, ‘ઑનલાઇન’ દરશન,
‘ઝૂમ’ ઉપર ગવાય ભજન, ને ‘કાર્ડ’થી થાય અરપણ;
પ્રસાદમાં ‘કુકી’ ધરાવે, શીરો થયો છે સપન…
હરિ, તમે ય…

અહીં ગામમાં ગાયો ભૂખી, ગોવાળિયા બેકાર,
રાધા પણ ફોન પર પૂછે: ‘ક્યારે આવશો, યાર?’
તમે કહો: ‘આવીશ દિવાળીએ, જો મળે સસ્તી ટિકિટ’…
હરિ, તમે ય…

પરાગ કહે: હરિ, તમે તો સર્વવ્યાપી, સૌને જાણો,
પણ ગામના ઓટલે બેસી, ફરી વાંસળી તાણો;
ડૉલર કરતાં વહાલો લાગે ગોકુળનો એક ટુકડો મીઠો…
હરિ, તમે ય…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખકિસ્સોઆગલો લેખ →બરાબર છે