← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

હરિ આવ્યા

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

હરિ આવ્યા મારે ઝૂંપડે, ના દીવો, ના ઘી,
તોય ઝળહળ થયું આંગણું, જાણે ઊગ્યો રવિ…

ખાટલો તૂટ્યો, ગોદડી ફાટી, શું ધરું હું થાળ?
લૂખો રોટલો, ડુંગળી ધરી, હૈયે ઝીણી ઝાળ;
હરિએ હસીને ખાધું, જાણે છપ્પન ભોગની છબી…
હરિ આવ્યા…

હરિ બોલ્યા: ‘તારા રોટલામાં મીઠું છે ભાવનું,
મહેલોના સોનાના થાળે ના મળે સુખ આ ગામનું’;
મારી આંખ્યું ભીની ભીની, ને હૈયું થયું પાવન નદી…
હરિ આવ્યા…

પરાગ કહે: હરિ ના પૂછે નાત, ધરમ, કે ધન,
ભાવ ભરેલું જ્યાં ભાણું હોય, ત્યાં જ એનું મન;
પ્રેમના એક જ ટીપે ભીંજે, એવો મારો હરિ…
હરિ આવ્યા…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખજિંદગીઆગલો લેખ →અડતો ના