હલેસાં
ભલે દૂર બંદર, ઉઠાવ્યાં હલેસાં,
હસી વાયરા પર, ચલાવ્યાં હલેસાં.
ન નકશો, ન તારો, ન દીવો હતો, પણ
ભરોસો ભુજામાં, ઝુકાવ્યાં હલેસાં.
કિનારે હતી એક ભીની નજર ત્યાં,
વિદાયે જરા બસ નમાવ્યાં હલેસાં.
ગરજતા ગગન ને ઘુમરતાં વમળમાં
અમે રાગ છેડી ઘુમાવ્યાં હલેસાં.
પરાગે કલમની તરાવી હતી નાવ,
તળે અર્થ ખોળ્યા, ડુબાવ્યાં હલેસાં.
– પરાગ રતનપરા
#ગઝલ #ખલાસી #દરિયો #સાહસ #હિંમત #પરાગરતનપરા
#GujaratiGhazal #Sailor #OpenSea #Courage #Voyage #ParagRatanpara