હજી
હજી
ફૌજીના ઘરમાં
રાતે ફોનની રિંગ વાગે
તો આખું ઘર
એકસાથે ઊઠી જાય છે.
હજી
બારણા પાસે
એના બૂટ
પૉલિશ કરીને મુકાય છે,
ને મા
થાળીમાં
એક રોટલી વધારે મૂકી દે છે —
પછી ચૂપચાપ પાછી લઈ લે છે.
તિરંગામાં લપેટાઈને
એ આવ્યો
એને ત્રણ વરસ થયાં.
તોય
એની દીકરી
હજી ફોન ઉપાડીને
પહેલું એ જ પૂછે છે:
‘પપ્પા?’
– પરાગ રતનપરા