← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

હજી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

તને શોધતો હું કિનારે હજી,
બળે દીપ તારા સહારે હજી.

ગયો તું, રહી ગઈ ખુલી આંખ આ,
ફરકતી હવાના ઇશારે હજી.

ઘણી સાંજ વીતી, ઘણી રાત પણ,
સફાળો જગું કો’ પુકારે હજી.

હવે ધડકનો પણ ન મારી રહી,
વહે શ્વાસ તારા ઉધારે હજી.

પરાગે વસંતો ઘણી જોઈ, પણ
કમી છે તમારી બહારે હજી.

– પરાગ રતનપરા

#ગઝલ #પ્રતીક્ષા #વિરહ #સ્મરણ #પ્રેમ #પરાગરતનપરા
#GujaratiGhazal #EndlessWait #Separation #Longing #Remembrance #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખક્યાં હવે?આગલો લેખ →ચાલશે