હાટે મળે
ઓ જમાના! આ નગરમાં તો હવા હાટે મળે,
રોગ તો મફતે મળે, મોંઘી દવા હાટે મળે.
ઈશ્વરે તો મફત આપ્યાં સૂર્ય, ચાંદો, વાદળો,
મંદિરે પણ ટોકનો છે, ને દુઆ હાટે મળે.
પ્રેમમાં પણ ઑફરો છે: એક સાથે એક મફત,
ઍપમાં પણ સેલ છે, સાચી વફા હાટે મળે.
ધર્મના નામે ભરાતી ભીડ ને નારા ઘણા,
મત મળે એ ભાવથી આજે ધજા હાટે મળે.
આ પરાગે મ્હેક વેચી ના કદી, તેથી ગરીબ,
ને ગઝલ પણ શું કરે, જ્યાં સૌ કલા હાટે મળે.
– પરાગ રતનપરા
#ગઝલ #વ્યંગ #બજાર #ધર્મ #ઉપભોક્તાવાદ #પરાગરતનપરા
#GujaratiGhazal #Satire #Commercialization #Consumerism #FaithForSale #ParagRatanpara