← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

હારી ગયો

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

વિશ્વ જીતી આવનારો જાતથી હારી ગયો,
દીકરીની એક નાની વાતથી હારી ગયો.

તું હસે તો હાર પણ મીઠી મને લાગે, સખી,
એટલે ચોપાટની હર ઘાતથી હારી ગયો.

ચૂંટણીમાં જીત, ગળમાં હાર ને જલસા ઘણા,
પણ ગરીબીની પુરાણી નાતથી હારી ગયો.

સૂર્ય દિવસે ધોમ તપ્યો, આભ પર શાસન છતાં,
સાંજ પડતાં એક કાળી રાતથી હારી ગયો.

ગંધ થઈને આ પરાગે બાગ ખૂંદ્યા કેટલા,
પાંખ પરના રંગની એ ભાતથી હારી ગયો.

– પરાગ રતનપરા

#ગઝલ #હારજીત #દીકરી #પ્રેમ #અહંકાર #પરાગરતનપરા
#GujaratiGhazal #WinningAndLosing #Daughter #LoveSurrender #Humility #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખફકીરીઆગલો લેખ →ઘાવ જાણે છે