← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

હામ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

હારથી ડરતો નથી, ઊઠી જવાની હામ છે,
ઠેસ વાગી તો ભલે, રસ્તો જ મારું ધામ છે;
કાચનાં સપનાં ભલે તૂટ્યાં હશે સો વાર, પણ
ટાંકણું છે હાથમાં, ને પથ્થરોમાં કામ છે.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખછેલ્લી વાટઆગલો લેખ →મૂઠી