હા કે ના
અટકતી એક પળ, ધડકે હૃદય ને નજર: હા કે ના?
નમેલાં નેણ, ને થરથર થતા બે અધર: હા કે ના?
ઘડીમાં ‘હા’, ઘડીમાં ‘ના’, હૃદય ઝૂલ્યા કરે આમ જ,
મને પણ ક્યાં હતી ત્યારે, હજી એ ખબર: હા કે ના?
કિનારે નાવ, ઊભી તું, પવન પણ સ્તબ્ધ, શ્વાસો પણ,
હલેસું હાથમાં લઈ પૂછતો હું સફર: હા કે ના?
તને ‘ના’ પાડવી છે, ને છતાં ‘હા’ જીભ પર આવે,
વિચારે બસ વિતાવી મેં બધી એ ઉમર: હા કે ના?
પરાગે ફૂલને પૂછ્યું, ભ્રમરને પણ, પવનને પણ,
બધાં બસ એ જ પૂછે છે: મિલનનો પ્રહર, હા કે ના?
– પરાગ રતનપરા
#ગઝલ #પ્રેમ #દ્વિધા #હાકેના #મિલન #પરાગરતનપરા
#GujaratiGhazal #Love #Dilemma #YesOrNo #Romance #ParagRatanpara