ગુસ્સો હતો
દીવાલ પણ ધ્રૂજે, ભલા, એ બાપનો ગુસ્સો હતો,
અંગાર જેવો, પણ હતો એ તાપનો ગુસ્સો હતો.
ઝેરી જબાને ફેણ ઊંચી, ઝેર ઓકે મંચ પર,
ભાષણ મહીં નેતા તણો એ સાપનો ગુસ્સો હતો.
ઊંઘે ન રાતે શેઠજી, ખટકે હૃદયમાં કંઈ સતત,
અંદર છુપાયો જે હતો, એ પાપનો ગુસ્સો હતો.
આવ્યો હતો બસ એક પળ, ને ડંખતો આખી ઉમર,
વાગ્યો સદી, પણ એ ઘડીના માપનો ગુસ્સો હતો.
મ્હેકે ‘પરાગે’ જ્યાં તમે ફૂલો બની ખીલ્યાં હતાં,
કાંટો ય વાગ્યો, એ ય તો બસ આપનો ગુસ્સો હતો.
– પરાગ રતનપરા
#ગઝલ #ગુસ્સો #પિતા #રાજકારણ #પ્રેમ #પરાગરતનપરા
#GujaratiGhazal #Anger #FathersLove #PoliticalVenom #SweetQuarrels #ParagRatanpara