← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ગુરુવારી હાટ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ગુરુવારે
ગામના ચોકમાં હાટ ભરાય છે.

ગોદડાં પાથરીને
રીંગણ, ગુવાર, લીલાં મરચાં,
કાચની બંગડીઓ,
ને માટીનાં કોડિયાં
તડકામાં ચળકે છે.

ડોશીમા ભાવ કહે છે,
ને ભાવની સાથે પૂછી લે છે —
‘તારી વહુને કેમ છે, બેટા?
દીકરો નિશાળે જાય છે ને?’
ત્રાજવાના એક પલ્લામાં શાક,
બીજામાં ખબરઅંતર.

શહેરના મૉલમાં
ભાવ લખેલા હોય છે,
ને માણસ
કોઈનો ભાવ પૂછતો નથી.

ગુરુવારી હાટ
સાંજ પડે સંકેલાઈ જાય છે,
પણ ચોકમાં
થોડીક હૂંફ
આખું અઠવાડિયું
પડી રહે છે.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખહપ્તા ભરુંઆગલો લેખ →પ્રીતના બે રંગ