← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ગુજરાતી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

અમારી માતૃભાષા છે, અમારી શાન ગુજરાતી,
હૃદયમાં ધબકતું જે, એ જ મીઠું ગાન ગુજરાતી;
ભલે બોલે વિદેશી સૌ, ભલે પરદેશ જઈ બેસો,
પડે જ્યાં ઠેસ, ‘ઓ મા!’ નીકળે, એ પ્રાણ ગુજરાતી.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખઝૂલોઆગલો લેખ →પાંદડાં