← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ગૃહિણી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ઘરે સૌની અપેક્ષાઓ, ખભે મેં તો ઉઠાવી છે,
મળી જે પણ ઉપેક્ષા, એ હસીને મેં નિભાવી છે.

સવારે ચા, બપોરે દાળ, સાંજે રોટલી તાજી,
નથી મારે સમય ખુદનો, બધાની પળ સજાવી છે.

બધાંને પેટ ભર ભાણું, પછી હું તો રહી ભૂખી,
હતી જે ભૂખ, એ પણ સાડલામાં મેં છુપાવી છે.

પિયરના આંગણે મારું, હજી એ બાળપણ બેઠું,
સખી, ઝૂલો અને આંબો, ઘડીમાં મેં વળાવી છે.

પરાગે ફૂલને પૂછ્યું, ખરીને ક્યાં તમે જાશો?
‘ભળી માટી મહીં, આખી ધરાને મેં જગાવી છે.’

– પરાગ રતનપરા

#ગઝલ #ગૃહિણી #સ્ત્રી #ત્યાગ #પિયર #પરાગરતનપરા
#GujaratiGhazal #Homemaker #WomanhoodPoetry #Sacrifice #UnsungLabour #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખગ્રીન ટી ને મસાલાની ચાઆગલો લેખ →બધું ફ્રી છે