ગોરીએ ગૂગલ-પે માગ્યું
ગોરીએ છેતર્યો મને, ગોરીએ છેતર્યો,
મેં તો ગુલાબ દીધું ને એણે QR-કોડ ધર્યો!
મેળે ગ્યો'તો મળવા, લઈને પ્રીત ભરેલો પત્ર,
એ તો બોલી, ‘ચાલ, પહેલાં પાણીપૂરીનું સત્ર’;
બાર પ્લેટું ખાધી એણે, ને મારો ખિસ્સો ખર્યો…
ગોરીએ છેતર્યો મને…
ચકડોળે બેઠાં ત્યાં બોલી, ‘એક સેલ્ફી તો લઈએ’,
પછી કીધું, ‘આ તો મારી બહેનપણીને દઈએ’;
સ્ટેટસ પર એ મૂકી ગઈ, ને કૅપ્શન મારે ફર્યો — ‘ભાઈ’!
ગોરીએ છેતર્યો મને…
પરાગ કહે: આ પ્રેમમાં ભાઈ, રાખજો થોડું ભાન,
દિલ દેતાં પહેલાં ચેક કરો બેન્કનું બૅલેન્સ-જ્ઞાન;
ઠાલો ખિસ્સો, ઠાલું હૈયું, ઠાલો હું તો તર્યો…
ગોરીએ છેતર્યો મને…
– પરાગ રતનપરા