ગોપીઓનો હિસાબ
કાનાએ પ્રેમ કર્યો —
એવું સૌ કહે છે.
કોઈ ગોપી કહે: મને વધારે,
કોઈ કહે: મને પહેલો.
ગોકુળના ચોકમાં
વરસોથી ચાલે છે આ હિસાબ.
યમુના ચૂપ છે.
એ જાણે છે —
કાનાએ કોઈને
ગણીને પ્રેમ નહોતો કર્યો;
ગણવાનું તો
ગોપીઓએ શરૂ કર્યું,
ને ત્યાંથી જ
કાનો મથુરા ભણી
ચાલવા લાગ્યો.
– પરાગ રતનપરા