ગોકુળ સાંભરે
દ્વારિકાના મ્હેલે બેઠો, તોય ગોકુળ સાંભરે,
સોનાના સિંહાસન ઉપર વાંસળી રોજ ઝાંખરે.
રાણીઓ સો સેવા કરતી, ભોજન છપ્પન થાળ,
પણ માખણની એક ચોરી સાંભરે સાંજ-સવાર;
યશોદાની છાશની દોણી આંખ મહીં ઝબકારે…
દ્વારિકાના મ્હેલે…
જમનાને તીરે ગોપીઓ, ને કદંબની ડાળ,
રાધાના ઝાંઝરનો ઝણકાર, ને ગાયોનું ધણ ઝાળ;
શંખ વગાડું ત્યાં વાગે છે વાંસળી મનને દ્વારે…
દ્વારિકાના મ્હેલે…
પરાગ કહે: આ રાજાને પણ વતન સાંભરે ભાઈ,
મોટા થઈ ગયા પછી પણ સૌને સાંભરે માઈ;
જે ગોકુળમાં ઊછર્યો એ તો હૈયે સદા વિહારે…
દ્વારિકાના મ્હેલે…
– પરાગ રતનપરા