← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ગોધૂલિ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

સાંજ ટાણે ધૂળ ઊડે, ગાય પાછી ઘર વળે,
વાછડાના સાદથી આ માવડીનું મન ગળે;
ઓરડે દીવો બળે, ચૂલે ટપાકે રોટલા,
એ ઘડીએ આભ નીચે ગામ આખું ઝળહળે.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખફાગણ, ઝોળી ખોલઆગલો લેખ →કાણું રાખજે