← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ઘર વેચાયું

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

આ જ ઓટે બેસતાં’તાં, આ જ ઝૂલે ઝૂલતાં,
આંગણે રમતાં, પડી જઈ, ઘાવ સઘળા ભૂલતાં;
આજ ઘર વેચાઈ ગ્યું, ને કાગળે થઈ ગઈ સહી,
ભીંત પર ચોંટેલ ટીલાં ક્યાં હજી યે ખૂલતાં?

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખકલમને ધાર દેઆગલો લેખ →આ વરસ