← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ઘર

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ઈંટ ને ચૂનાનું નહીં, આ ઘર તો બાંધ્યું હેતે,
માની હથેળી, બાપુનો ખભો, ને બહેનની રેતે…

ઘરની ભીંતે ટાંગેલો છે દાદાનો એક ફોટો,
એની નીચે દીવો બળે, ના નાનો, ના મોટો;
ઘરનો ઉંબર ઘસાઈ ગયો, સૌના આવરા-જાવરા ગણતો,
રસોડેથી રોજ સવારે માનો મીઠો સાદ ઊઠતો…
ઈંટ ને ચૂનાનું નહીં…

ઝઘડા થાતા, રીસ ચડતી, ને થાતી બોલાચાલી,
સાંજે થાળી ભેગી થાતી, ને રીસ જાતી ચાલી;
ખાટલે બેસી વાર્તા કહેતાં દાદીમાના બોલ,
આ ઘરમાં તો એ જ હતું આખા જગનું મોલ…
ઈંટ ને ચૂનાનું નહીં…

પરાગ કહે: મકાન તો મળે બજારે સસ્તાં મોંઘાં,
ઘર મળે ના કોઈ દુકાને, ભલે ને ખર્ચો સોંઘા;
જ્યાં કોઈ રાહ જુએ છે તારી, દીવો મૂકી બારણે,
એ જ ઘર છે, બાકી બધું તો ઈંટો પડી છે કારણે…
ઈંટ ને ચૂનાનું નહીં…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખધીરેથીઆગલો લેખ →હવા