ધીરેથી
બધા દોડે ઉતાવળમાં, જરા તું ચાલ ધીરેથી,
સમયને પણ ગમે છે, જો, સુરીલો તાલ ધીરેથી.
ઉગે છે બીજ પણ ધીમે, કળીનો ખીલવો ધીમો,
અને મા પણ પસારે છે, નરમ બે ગાલ ધીરેથી.
હૃદય હાંફી ગયું દોડી, ભલા, પૈસા કમાવામાં,
કહે છે વૈદ્યજી હસતાં: ‘જરા તો હાલ ધીરેથી!’
નદીને ક્યાં ઉતાવળ છે? સમંદર તો મળે અંતે,
વળાંકે ગાય છે એ તો અનોખો ખ્યાલ ધીરેથી.
પરાગે પણ ગઝલ લખવા, ઉતાવળ ના કરી ક્યારેય,
ઉષા જ્યમ આભમાં પૂરે સવારે લાલ ધીરેથી.
– પરાગ રતનપરા
#ગઝલ #ધીરજ #ઉતાવળ #જીવનશૈલી #ધીમુંજીવન #પરાગરતનપરા
#GujaratiGhazal #SlowLiving #Patience #RatRace #Mindfulness #ParagRatanpara