ઘડીમાં
હતું બાળપણ, ને જવાની ઘડીમાં,
બની વારતા પણ કહાની ઘડીમાં.
હતા વાળ કાળા, અરીસે નિહાળ્યું,
પડી ગઈ ચમકતી નિશાની ઘડીમાં.
પગે મા ચલાવે મને આંગણામાં,
હવે ધ્રૂજતી એ જ પાની ઘડીમાં.
હતી નાવ મારી, હતો હું ય માલિક,
પવન થઈ ગયો એ સુકાની ઘડીમાં.
પરાગ જ કહે છે, ગુલાબો ય ખરશે,
મળી ગંધને પણ રવાની ઘડીમાં.
– પરાગ રતનપરા
#ગઝલ #સમય #ક્ષણભંગુર #બાળપણ #જીવન #પરાગરતનપરા
#GujaratiGhazal #Time #FleetingMoments #Childhood #Transience #ParagRatanpara