ચણભણ
ચોરે બેઠું ગામ કરે છે ચણભણ ચણભણ વાતો,
કોઈની દીકરી હસી પડી તો હાલે આખી રાતો!
પાણી ભરવા ગઈ’તી કૂવે, ગાગર લઈને ગાતી,
કોઈ જુવાનને જોઈ જરા એ પાંપણ ઢાળી જાતી;
ડોશીઓએ એક જ પળમાં ઘડી નાખી નવ નાતો…
ચોરે બેઠું ગામ કરે છે…
જેની જીભે કાતર ચાલે, એનાં ઘર પણ કાચાં,
પોતાના ઓરડે ભૂત ને પારકે ઝાંપે તમાશા સાચા;
પોતાની ભીંતે તિરાડો, પારકે બારણે રાતો-માતો…
ચોરે બેઠું ગામ કરે છે…
પરાગ કહે: આ ચણભણ નીચે દબાય કેટલાં ગીત,
એક હસી પર પહેરો બેસે, ઝૂરે કેટલી પ્રીત;
ગામ સુધરશે ત્યારે, જ્યારે મનમાં ઊગે પ્રભાતો…
ચોરે બેઠું ગામ કરે છે…
– પરાગ રતનપરા