← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ગરમ છે

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ધોમ તડકો, લૂ વહે, ને આ ય પાણી ગરમ છે,
મંચ પર નેતા તણી પણ આજ વાણી ગરમ છે.

ઓરડે કૂલર ચલાવ્યું, તોય ઠંડક ના મળી,
કેમ કે ઘરમાં હજી મારી ય રાણી ગરમ છે!

કીટલી પર ગામ ભેગું થઈ ગયું છે સાંજના,
ને પડોશીની જુઓ, તાજી કહાણી ગરમ છે.

આસમાને તેલના ભાવો ગયા છે આજકાલ,
હું બળદ જેવો ફરું છું, તોય ઘાણી ગરમ છે.

તાપમાં ધરતી બની આખી ય ચૂલો, ઓ ‘પરાગ’,
દાણ વેરો રેતમાં, ને ત્યાં જ ધાણી ગરમ છે!

– પરાગ રતનપરા

#ગઝલ #હાસ્ય #ઉનાળો #ગરમી #મોંઘવારી #પરાગરતનપરા
#GujaratiGhazal #Humour #Heatwave #SummerSatire #Inflation #ParagRatanpara

ગઝલવ્યંગ
← પહેલો લેખમાળી હશેઆગલો લેખ →કાવ્ય છે