← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ગણગણ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

પાડોશીના ઘરમાં
રાતે ઝઘડો થયો,
એ સૌએ સાંભળ્યું.

બીજે દિવસે
ઓટલે, નળે, દુકાને
બસ એ જ ગણગણ.

કોઈએ
એમના બારણે જઈ
પૂછ્યું નહીં:
‘કૈં મદદ જોઈએ?’

ગામ આખું
વાત કરે છે,
પણ
કોઈ
વાત કરતું નથી.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખછે સમયઆગલો લેખ →સપનામાં હું