← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ગમતું કામ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

કામ ગમતું હોય તો લાંબો દિવસ પળ થાય છે,
ને પસીનો પણ પછી ઝાકળ બની ટપકાય છે;
જે ન ગમતું હોય, એ પીંછું ય પર્વત થાય છે,
ને ગમે તો પથ્થરો પણ ફૂલ-કૂંપળ થાય છે.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખવાદળ રિસાયુંઆગલો લેખ →ઓરડે