ગલૂડિયું
મધમાખીને કોણે શીખવ્યું
કે ફૂલ ક્યાં છે?
સૂરજમુખીને કોણે કહ્યું
કે કઈ દિશામાં જોવું?
બીજના નાનકડા ખિસ્સામાં
આખો વડલો
કોણે ગડી વાળીને મૂક્યો?
મેં મંદિરમાં પૂછ્યું.
પૂજારીએ ઘંટ વગાડ્યો
ને દક્ષિણાની થાળી ધરી.
બહાર આવ્યો,
પગથિયે બેઠેલા
એક ગલૂડિયાએ
મારી સામે જોઈ
પૂંછડી હલાવી.
મને
જવાબ મળી ગયો.
– પરાગ રતનપરા