← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ગઝલિકા

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

નયનમાં વસેલી દુલારી ગઝલ,
કદી આંસુ જેવી, કટારી ગઝલ.

જગાડ્યો મને રાતભર તેં ઘણું,
છતાં ક્યાં બની તું અમારી ગઝલ?

સભામાં સુણાવી, ન તાળી પડી,
રહી સાવ ભૂખી-બિચારી ગઝલ.

ચડાવી ગયો કોઈ નામે સ્વયં,
બની આમ મારી ઉધારી ગઝલ.

પરાગે તને શ્વાસ સોંપ્યા બધા,
હવે અંતની તું સવારી, ગઝલ.

– પરાગ રતનપરા

#ગઝલ #કવિતા #કાવ્યપ્રેમ #સર્જન #હળવોવ્યંગ #પરાગરતનપરા
#GujaratiGhazal #OdeToGhazal #LoveForPoetry #PoetsLife #LightSatire #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખછેલ્લો દિવસઆગલો લેખ →ગમતાં રહીએ