ગાવલડી
ગાય માંદી થાય તો આખું ય ફળિયું જાગતું,
ને બધાંની આંખમાં એનું દરદ પણ લાગતું;
બાજુના ફ્લેટે અચાનક મોત આવ્યું, તોય સૌ
લિફ્ટમાં બસ ચૂપ, પોતાનો જ માળો માગતું.
– પરાગ રતનપરા
ગાય માંદી થાય તો આખું ય ફળિયું જાગતું,
ને બધાંની આંખમાં એનું દરદ પણ લાગતું;
બાજુના ફ્લેટે અચાનક મોત આવ્યું, તોય સૌ
લિફ્ટમાં બસ ચૂપ, પોતાનો જ માળો માગતું.
– પરાગ રતનપરા