← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ગાંધીજીનાં ચશ્માં

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ગાંધીજીનાં ચશ્માં
હવે બહુ જગ્યાએ દેખાય છે —
નોટ પર,
સ્વચ્છતાની જાહેરાતમાં,
સરકારી દીવાલો પર.

ફ્રેમ એ જ છે —
ગોળ, સાદી.

બસ,
એમાં કાચ નથી.

એટલે જ કદાચ
સૌ એમાંથી
આરપાર
પોતાનું ધાર્યું
જોઈ લે છે.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખશબરીનાં બોરઆગલો લેખ →ઢોલ